Petit Library Bilimora
J B Petit Library - Bilimora
દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં, શાંત અને સુંદર શહેર બીલીમોરા, અંબિકા નદી ને કિનારે વસેલું શહેર છે. બીલીમોરા રેલ્વે સ્ટેશનથી પશ્ચિમ દિશામાં બંદર રોડ પર સ્થિત 137 વર્ષ જૂની લાયબ્રેરી છે, જેના વિશે આજે હું આ પોસ્ટ માં કેટલીક રસપ્રદ માહિતી આપ સહુ ની સાથે share કરી રહ્યો છું.
ખુબજ નાનકડા ઓરડા થી આ લાયબ્રેરીની શરૂઆત થઈ હતી. પહેલા અહીં એક સામાન્ય ટેબલ જ હતું જ્યાં થોડી સંખ્યામાં કેટલાક અખબારો વાંચવા મળતાં. આ જોઈ જહાંગીર બમનજી પિટિટ એ લાયબ્રેરી માટે જમીન ફાળવી અને પોતાના ખર્ચે તે સમયમાં અંદાજે રુ. 9250 ના ખર્ચે આ લાયબ્રેરી બનાવી જેની શરૂઆત જુલાઈ 2, 1882 માં થઈ હતી.
ઇ.સ. 1914 માં બરોડા સ્ટેટ લાયબ્રેરી કયુરેટર દ્વારા આ લાયબ્રેરી નું નામ "The Jahangir Bamanji Petit Free Reading Room and Public Hall" નામ રાખવામાં આવ્યું.
1946 મહાત્મા ગાંધી બીલીમોરા આવ્યા હતા અને 1956 માં મોરારજી દેસાઈએ પણ આ લાયબ્રેરીની મુલાકાત લીધી હતી.
આ લાયબ્રેરી બીલીમોરા ની ઓળખ અને એક અમૂલ્ય નજરાણું છે.
આ લાયબ્રેરી ને ભુતકાળ માં ગુજરાતની "બેસ્ટ લાયબ્રેરીનો" એવોર્ડ ગુજરાત ના તે વખત ના રાજ્યપાલ દ્વારા ગાંધીનગર ખાતે મળી ચુક્યો છે.
આ લાયબ્રેરીમાં અંદાજે 32000 થી વધુ પુસ્તકો છે, જેનો અહીં ના નાગરિકો ફ્રી માં કોઈ પણ ફી વગર વચવાનો લાભ લઇ રહ્યા છે. આ અંદાજે 32000 પુસ્તકો ઉપરાંત રાજ્ય ના તમામ અખબારો વાંચવાની સગવડ છે તેમજ કેટલીક સરકારી પરીક્ષા લક્ષી પુસ્તકો, જુદા જુદા મેગેઝીનો અને અંદાજે 150 વર્ષ જુના પ્રાચીન પુસ્તકો પણ વાંચવા હેતુ મળી રહે છે.
આવા કેટલાક ઉપયોગી પુસ્તકો નો લાભ લઈ બીલીમોરા ના કેટલાક નાગરિકો
M. Phill, Phd. એન્જિનિયર થયા છે. પરંતુ હાલમાં બીલીમોરા ની અંદાજે 1,25,000 ની વસ્તી હોવા છતાં ખૂબ ઓછા લોકો આ લાયબ્રેરીનો લાભ લઈ રહ્યા છે. જેનું એક મોટું કારણ મોબાઈલ અને ઇન્ટરનેટ નો વધુ પડતો ઉપયોગ હોઈ શકે.
આ લાયબ્રેરી માં ફ્રી માં પુસ્તકો વાંચવાની સગવડ હોવા છતાં, દરરોજના અંદાજે 25 થઈ 30 લોકો અખબારો વાંચવા આવે છે તેમજ અંદાજે 20 જેટલા લોકો એવા પણ છે જેઓ પુસ્તકો વાંચવા હેતુ ઘરે લઈ જતા હોય છે.
આ લાયબ્રેરીમાં મેમ્બરશીપ ની પણ સગવડ છે જેમાં વાર્ષિક અને આજીવન મેમ્બરશીપ નો લાભ લોકો લેતા હોય છે. આજીવન સભ્યો ની મિટિંગ દર વર્ષે સપ્ટેમ્બર માસ માં રાખવામાં આવે છે જેમાં કમિટી બનાવી, ચુંટણી યોજી, પ્રમુખ, ઉપ-પ્રમુખ તેમજ સેક્રેટરી ની નિમણુંક કરવામાં આવે છે.
હાલ માં આ લાયબ્રેરી ના ટ્રસ્ટી શ્રી ભગવાનદાસ કેવટ છે જેઓ એક નિવૃત્ત A Class સિવિલ એન્જિનિયર છે. તે અગાઉ, પૂર્વ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ શાંતિલાલ ગાંધી હતા.
થોડા વર્ષો પહેલા આ લાયબ્રેરીને બીલીમોરા નગરપાલિકા તરફથી દર વર્ષે રૂ. 5000 ની ગ્રાન્ટ મળતી હતી, જે પૂસ્તકો ની જાળવણી અને લાયબ્રેરી નો વિકાસ કરવામાં મદદરૂપ થઇ રહેતી પરંતુ હાલ ના વર્ષો માં આ ગ્રાન્ટ મળતી બંધ થઈ ગઈ છે.
આ લાયબ્રેરીમાં

અંદાજે 20 જેટલા અખબારો, અંદાજે 32000 થી વધુ વિવિધ પ્રકારના પુસ્તકો, 60 જેટલી મેગેઝીનો, અને અંદાજે 500 થી વધુ મેમ્બર્સ છે.
આ લાયબ્રેરી સવારે 8:00 થી 11:30 સુધી અને બપોરે 3:00 થી 6:00 સુધી દરરોજ કાર્યરત હોય છે.
તો મિત્રો,
આ તો હતી બીલીમોરા ની ઓળખ
"The J B Petit Public Library & free reading room".
Adress:
બંદર રોડ,
મ્યુનિસિપલ નંબર 4863
બીલીમોરા (west)
તાલુકો - ગણદેવી
જિલ્લો - નવસારી.
ગુજરાત.
ફોન નં : +91 2634 288297
ગુજરાત રાજ્યની આવી વિવિધ લાયબ્રેરી નો લાભ લેવા ઇચ્છતા લોકો
Ahmedabad Library Network
(www. alibnet. org) પરથી જાણકારી મેળવી શકે છે.
Also Check this interesting link Stop Smoking

This is where i started reading..in 1974
ReplyDelete☺️👍🙏
Delete